ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ લોકસભા ચૂંટણી પહેલા વધુ બે ગુજરાતી સહકારી નૈતાઓને દિલ્હીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગઈઉઈમાં બે ગુજરાતી નેતાઓની ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડોલરભાઈ કોટેચા અને જ્યોતિન્દ્ર મહેતાની નિમણુક કરવામાં આવી છે. ડોલર કોટેચા ગુજરાત ખેતીબેંકના ચેરમેન છે. તેમજ જ્યોતિન્દ્રભાઈ મહેતા ગુજરાત અર્બન બેંક ફેડરેશનના ચેરમેન છે.આ વખતે ગ.ઈ.ઉ.ઈમાં બે ગુજરાતી નેતાઓની ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંને નેતાઓને રાષ્ટ્રીય સહકારી ક્ષેત્રમાં મોટું પદ આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગ.ઈ.ઉ.ઈના ચેરમેન છે. હવે લાગે છે કે નેશનલ કો ઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં, ગુજરાતીઓનો દબદબો છે.