ગુજરાતની તમામ કોર્ટ માટે RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. તમામ કોર્ટમાં RTI અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે.
ગુજરાત હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. હવે અરજદાર આ પોર્ટલ પર જઈને ઓનલાઈન RTI અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે. સાથે જ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જોઈ શકશે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેલ અને મેસેજ દ્વારા આપવામાં આવશે.
- Advertisement -
અરજદારને અરજીનો જવાબ પણ ઓનલાઈન જ મળશે
અરજી કરવા માટે અરજદારે e-RTI પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અરજદાર ઈમેલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શકશે. અરજદારે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત નિયત ચાર્જ ચૂકવવાનો રહેશે. SBI e-Pay દ્વારા ઓનલાઈન ચુકવણી થઈ શકશે. અરજદારની અરજીનો પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર દ્વારા જવાબ પણ ઓનલાઈન આપવામાં આવશે.