ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા રાજ્યના જજોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરથી બે જજની બદલી મોરબીમાં કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા હવેથી મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ઈઉંખ)નો ચાર્જ સંભાળશે, જ્યારે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મોરબીમાં કાર્યભાર સંભાળશે. મોરબીમાં પણ કેટલાક જજોના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરાયો છે. હાલના ઈઉંખ જૈમીન જશવંતકુમાર ગઢવી ત્રીજા એડિશનલ ઈઉંખ તરીકે અને ચાંદનીબેન વાય. જાડેજા ચોથા એડિશનલ ઈઉંખ તરીકે મોરબીમાં જ કાર્યભાર સંભાળશે.



