ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા CCTV કેમેરા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક, સુપ્રીમ કોર્ટ દ્વારા સિસ્ટમ સામે અવાજ ઉઠાવનાર સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ તરીકે બદલી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટમાં અગાઉ કથિત રીતે વિવાદમાં રહેલા જજ સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવી છે. વાસ્તવમાં તેઓ અગાઉ ગુજરાત હાઇકોર્ટના તમામ ખૂણે ઈઈઝટ લગાવવાના આદેશને લઈ વિવાદમાં આવ્યા હતા. જજ સંદીપ ભટ્ટનો CCTV લગાવવાનો આશય સારો હતો પણ બાદમાં આ નિર્ણયને લઈ વિવાદ થયો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સી.માનવેન્દ્રનાથ રોયની આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા CCTV કેમેરા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જસ્ટિસ સંદીપ ભટ્ટને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. આ સાથે અન્ય એક જજ સી. માનવેન્દ્રનાથ રોયને પણ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.
હાઈકોર્ટના જ ઈંઝ રજિસ્ટ્રારે જસ્ટિસ ભટ્ટના આદેશને હાઈકોર્ટની ડિવિઝન બેંચ (ડબલ જજની પીઠ) સમક્ષ પડકાર્યો હતો. આ પીઠે રજિસ્ટ્રીની દલીલો માન્ય રાખી અને જસ્ટિસ સંદીપ ભટ્ટના હુકમને રદ કરીને તેને અમલમાં લાવવાનું અટકાવ્યું હતું. આ ઉપરાંત સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ દરેક અવલોકન પણ રદ કરવામાં આવ્યા. ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, હાઈકોર્ટના અંતર્ગત કામગીરી સંબંધી નિર્ણયો માટે યોગ્ય મર્યાદાઓ અને પ્રક્રિયાઓનું પાલન જરૂરી છે. એકતરફી રીતે આવા નિર્ણય લેવામાં આવે તો તે હાઈકોર્ટના આંતરિક કાર્યોમાં અવરોધ ઊભો કરી શકે છે.
આ તરફ સમગ્ર વિવાદના પગલે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલીનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એ સંકેત આપે છે કે, દેશના ન્યાય તંત્રમાં આંતરિક સંકલન અને વ્યવસ્થાની જાળવણી માટે નિયત પ્રોટોકોલ અને વ્યવહાર અપનાવવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાત હાઈકોર્ટની અંદર પારદર્શકતા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગેની તત્પરતા દર્શાવે છે, પરંતુ સાથે સાથે એ પણ સૂચવે છે કે, ન્યાયપાલિકા અંદરના નિર્ણયો સ્વાયત્ત હોવા છતાં નિયમો અને મર્યાદાઓમાં રહેવા જોઈએ.