રાજ્ય સરકારની ફાયર સેફ્ટીને લઈને નવા નિયમો બનાવવા વિચારણા
ક્ષ સરકાર હવે ખાનગી એકમોમાં એક ખાનગી ફાયર ઑફિસરની નિમણૂંકના આદેશ આપશે !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં 25 મેના રોજ લાગેલી આગમાં કેટલાક લોકો જીવતા ભૂંજાઈ ગયા, કેટલાય પરિવારો વેરવિખેર થઈ ગયા. આ અગ્નિકાંડને પગલે હવે રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે. ત્યારે હવે અલગ-અલગ જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને ફાયર સેફટી અને ફાયર ગઘઈ ન હોય એવા ઘણા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે સરકાર ફાયર સેફ્ટીને લઈને નવા નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે.
અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. હવે સરકાર વધુ ભીડ થાય તેવા એકમોમાં ફાયર ઑફિસરની નિમણૂંક કરવાનો આદેશ આપી શકે છે. કોમર્શિયલ એકમોએ પ્રાઇવેટ ફાયર ઑફિસરની ભરતી કરવી પડશે. આગ લાગવાની ઘટનામાં જવાબદારી ફાયર ઑફિસરની રહેશે. સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. એવા મોટા એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, ભીડ થતી હોય એવા એકમોમાં ફાયર ઑફિસરની નિમણૂંક કરવાનો આદેશ કરી શકે છે.
આવી જગ્યાઓમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, સિનેમા હોલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવામાં આવશે. આવી જગ્યાઓ પર પ્રાઈવેટ ફાયર ઑફિસરની કરવી ભરતી પડશે. આમાં નિમણૂંક કરાયેલ ખાનગી ફાયર ઑફિસરની વિવિધ જવાબદારીઓ રહેશે. જેમાં ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકિંગ અને જાળવણી જેવી જવાબદારીઓ રહેશે. સાથે જ સરકારી તંત્રનું ખાનગી ફાયર ઑફિસર અને જે તે એકમો પર પણ નિયંત્રણ રહેશે.