કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જીનવાળી સરકાર
7 નવી મહાનગરપાલિકાઓ સાથે રાજ્યની દિકરીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો યોજના સરકારની અત્યંત આવકારદાયક જાહેરાત: રાજુ ધ્રુવ
ગુજરાતના તમામ ક્ષેત્રો-વર્ગોના ઝડપી વિકાસ માટે સર્વશ્રેષ્ઠ બજેટ આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અઢળક અભિનંદન: રાજુ ધ્રુવ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના યશસ્વી અને મક્કમ નિર્ણય શક્તિ ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારનું 2024-25નું બજેટ સમગ્ર રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસને પ્રાધાન્ય આપનારું બજેટ છે અને આ બજેટથી રાજ્યના વિકાસને બળ મળશે. તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ બજેટમાં એક પણ રૂપિયાના નવા કરવેરા નહી નાખીને સરકારે તેમના હૈયે પ્રજાનું હિત વસેલું છે તે સાબિત કરી આપ્યું છે. આવું ઐતિહાસિક બજેટ આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સમગ્ર મંત્રીમંડળ અભિનંદનને પાત્ર છે.
તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકારે આ બજેટને 5-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ ગણાવ્યું છે જે સંપૂર્ણ સાર્થક છે.
ભાજપ સરકારે પ્રજા ઉપર એક પણ નવો કરબોજ નથી નાખ્યો. ઉલટાનું વિવિધ રાહત આપી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ બજેટમાં નવો કોઈ ટેક્સ નથી નાખવામાં આવ્યો તેમજ જૂના ટેક્સ દરોમાં કોઈ વધારો પણ નથી કરાયો. 3.32 લાખ કરોડ રૂપિયાના અત્યાર સુધીના સૌથી મોટા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ તેમજ ગ્રીન ગ્રોથ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.
શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાથી રાજ્યનો ઝડપી અને સંતુલિત ,સમતોલ વિકાસ થશે અને લાખ્ખો લોકોને વધુ સુવિધા ઝડપ સાથે મળશે તેમ પણ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.
આ બજેટમાં દર્શાવાયું છે કે, સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત 2047માં દીકરીઓ-કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. અને બજેટમાં આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે ત્રણ નવી યોજનાઓ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો યોજના જાહેર કરી છે જે આવકારદાયક છે.
રાજ્ય સરકારના આગામી પાંચ વર્ષમાં માનવ સંસાધનનો વિકાસ કરવા, રાજ્યમાં અન્ય સવલતો ઉભી કરવાના આયોજન સહિતના વિઝનનો પણ આ બજેટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધ્યમ તેમજ ગરીબ વર્ગને મોટી રાહત આપતા નાણાંમંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં મા કાર્ડ પર નિ:શુલ્ક મળતી સારવારની મર્યાદા પાંચ લાખથી વધારીને 10 લાખ કરવાની જાહેરાત કરી છે જે ઘણી રાહત આપનારી છે તેમ રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકોને તબીબી સેવા વિનામુલ્યે પ્રાપ્ત થશે અને અનેક લોકોને નવજીવન પ્રાપ્ત થશે.
તેમણે કહ્યું છે કે, ભારત દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણતાની સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પ ટ્રીલીયન ડોલ2 ઈકોનોમી વિઝનને સાર્થક ક2વામાં આગળ વધી રહ્યા છે. અને ગુજરાત તેને સંપૂર્ણ સાથ સાથે બળ આપી રહ્યું છે. ગુજરાત દેશનાં વિકાસનું ગ્રોથ એન્જીન છે રોલ મોડલ છે અને દેશના જીડીપીમાં ગુજરાતનો 8 ટકા જેટલો ફાળો રહયો છે. ત્યારે ગુજરાત રાજયે આ વિકાસલક્ષી બજેટ આપીને તેમાં સુર
પુરાવેલ છે.
આ બજેટમાં સામાજીક ન્યાય અને અધિકારીતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગા2, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, શહેરી અને ગુહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, પાણી પુ2વાઠા-જળ સંપતિ, મહેસુલ વિભાગ, કાયદા અને ગૃહ વિભાગ, ધાર્મિક-યાત્રાધામો, હેરિટેજ એડવેન્ચર અને ઈકો ટુરીઝમ હેઠળ આવતા પ્રવાસન સ્થળો વિગેરેમાં સરકારે કરોડોની જોગવાઈ કરેલ છે. સાથો સાથ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે માતબર ફાળવવાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂ એવું બુસ્ટ મળશે.
આ બજેટ રાજયના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગલક્ષી, ગ્રામ્યલક્ષી, ખેડુતલક્ષી, અને ખાસ કરીને શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી કહી શકાય. ગુજરાતમાં આ બજેટથી રાજ્યના તમામ વિસ્તારો-પ્રજાના તમામ વર્ગોનો સાર્વત્રીક સ્તરે વિકાસ થશે અને દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની 2હેશે. આવું સમતોલ, સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણપણે વિકાસલક્ષી-પ્રજાલક્ષી બજેટ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માની કેન્દ્ર માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ ની ડબલ એન્જીનવાળી સરકાર દ્વારા
ગુજરાત ની ગતિ, પ્રગતિ તથા ઝડપી વિકાસની વણથંભી યાત્રા આગળ વધારતા આ ઐતિહાસિક તથા સર્વગ્રાહી કલ્યાણકારી બજેટ આપવા માટે યશસ્વી અને મક્કમ નિર્ણય શક્તિ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સમગ્ર ભાજપ સરકાર ને રાજુભાઈ ધ્રુવે અભિનંદન આપ્યા છે .