ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ માટે હવે ઝડપી તૈયારી શરૂ થઇ ગઇ છે જેમાં પ્રથમ તબકકામાં પાંચ ખાનગી કંપનીઓને 1.99 લાખ હેકટર જમીન રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે જેમાં રિલાયન્સને 74750 હેકટર, અદાણીને 84486 હેકટર, ટોરેન્ટને 18000 હેકટર, આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયાને 14393 હેકટર અને વેલ્સપનને 8000 હેકટર જમીન ફાળવવામાં આવી છે.
આ જમીન બનાસકાંઠા અને કચ્છમાં ફાળવવામાં આવી છે અને તેમાં આગામી સમયમાં કામકાજ શરૂ થઇ જશે જોકે આ કં5નીઓએ 3.ર6 લાખ હેકટર જમીન માંગી હતી પરંતુ રાજય સરકારે હાલ તુરત સરકારે 1.99 લાખ હેકટર જમીન પાંચ કંપનીઓને ફાળવી છે. જે માટે રૂા.15 હજાર પ્રતિ હેકટરની કિંમત વસુલાશે અને 40 વર્ષના લીઝ પર જમીન અપાઇ છે અને સરકારને કુલ રૂા.299 કરોડની રકમ હાલ મળશે. રિલાયન્સ આ પ્રોજેકટ સ્થાપવામાં સૌથી આગળ છે.