ઔદ્યોગિક એકમો પાસેથી વધારાના વપરાશ માટે પ્રતિ યુનિટ 170નો ચાર્જ લેવાશે
ધરખમ ભાવ વધારાથી કંપનીઓના ઉત્પાદનમાં થશે મુશ્કેલીઓ
કોરોનાની મહામારીને કારણે લાંબા અંતરાલ બાદ જન-જીવન સામાન્ય થયું છે. ઔદ્યોગિક એકમોની ગાડી ફરી પાટે ચડી છે. પરંતુ મોંઘવારીએ લોકોની કમર તો તોડી છે પરંતુ હવે ઔદ્યોગિક એકમો પણ મોંઘવારીના ઝપાટામાં આવી ચુક્યાં છે. ગુજરાત ગેસ કંપનીએ લિમિટેડ ગેસ સ્પાલયના નિર્ણય સાથે ગેસ સપ્લાયના ભાવમાં રાતોરાત ધરખમ ભાવ વધારો કર્યો છે. જેના કારણે ઔદ્યોગિક એકમોને ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ અંગે ભારે મુશ્કેલી સર્જાવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળ ઈન્ડ્રસ્ટીઅલ ઝોનમાં સેફાયર રિકલેમ રબ્બર પ્રાઈવેટ લિમિટેડના નામે કંપની કાર્યરત છે.
જેને કંપનીમાં ઉત્પાદનના વપરાશ માટે ગુજરાત ગેસનું 500 DCRનું કનેકશન છે. જેમાંથી તેઓનો રોજનો વપરાશ 470 DCR છે. પરંતુ ગુજરાત ગેસ કંપનીએ સેફાયર કંપનીને રાતોરાત ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી કે તમારા કંપનીની ગેસ વપરાશની લિમિટ તા.31 માર્ચ સુધી 245 DCRની છે. જો 245 DCR લિમિટથી વપરાશ કરવામાં આવશે તો પ્રતિ યુનિટ રૂ.60ને બદલે 170 વસુલવામાં આવશે. ગેસ કંપનીના આ નિર્ણયને દરેક ઔદ્યોગિક એકમોને ઉત્પાદન કરવામાં ભારે મુશ્કેલી સર્જાય શકે છે. સમયસર ઓર્ડર પૂરાં કરવામાં પર તકલીફ થઈ શકે છે.
- Advertisement -
તેથી ઔદ્યોગિક એકમોએ ગેસ વપરાશની લિમિટ અગાઉ જે છે તે મુજબ રાખવા અને પ્રતિ યુનિટ ભાવ વઘારો કર્યો છે તે રદ કરવા વિનંતી કરી છે.