ઉદ્યોગકારો ગેસ કંપનીની મોરબી ઓફિસે પહોંચ્યા
MGOનો તાત્કાલિક અમલ કરવા ઉગ્ર માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં અચાનક ભાવ વધારાની સાથે અનેક ઉદ્યોગકારોને માસિક ભાવ બંધણા પ્રમાણે એમજીઓ કરાર નહીં કરી આપવા મામલે સિરામિક ઉદ્યોગકારોએ સિરામિક એસોશિએશનના નેજા હેઠળ રજુઆત કરતા સાંજ સુધીમાં હકારાત્મક જવાબ આપવાની ગુજરાત ગેસ કંપનીએ ખાતરી આપી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવતા આ મામલે સિરામિક એસોશિએશન દ્વારા ગુજરાત ગેસ કંપનીની મોરબી ઓફીસ ખાતે રજુઆત કરવામાં આવી હતી સાથે જ મોરબીના અનેક ઉદ્યોગકારોએ ચાલુ માસે એમજીઓ માટે અરજી કરવા છતાં એમજીઓ નહીં કરી આપવામાં આવ્યા હોય તે બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી તો બીજી તરફ સિરામિક એસોશિએશન અને ઉદ્યોગકારોની રજૂઆતને પગલે ગુજરાત ગેસ કંપનીની ગાંધીનગર વડી કચેરી દ્વારા સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાની માહિતી મળી હતી.