1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આજે ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.
આજે એટલે કે 1 મે 2024ના રોજ ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું…
- Advertisement -
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.
ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું.
ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય… pic.twitter.com/qA83LMm9hH
- Advertisement -
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 1, 2024
વાત છે 1956ની…આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ‘મહાગુજરાત આંદોલનની’ મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી ‘મહાગુજરાત આંદોલન’ એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા.
સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 1, 2024
ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ કરાયું હતું ‘મહાગુજરાત આંદોલન’
ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.
06 ઓગસ્ટે દ્વિભાષી મુંબઈ રાજ્યની કરાઈ હતી ઘોષણા
6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું.
8 ઓગસ્ટે કોંગ્રેસ હાઉસ ખાતે થયો હતો અંધાધૂંધ ગોળીબાર
8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ ખાતે ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો હતો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી હતો.