‘ખાસ-ખબર’ના એમડી પરેશભાઈ ડોડિયા દ્વારા ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક ભટ્ટ, ધર્મેશ વૈદ્ય તથા ટીમનું સ્વાગત: વિવેક ભટ્ટ સાથે ‘ખાસ-ખબર’ની શરૂઆતથી લઈ આજ સુધીની વાતો-વિચારો પરેશભાઈ ડોડિયાએ રજૂ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના મીડિયા જગતમાં સતત નવા પ્રયોગો કરવા માટે જાણીતા ‘ગુજરાત ફર્સ્ટ’ ચેનલની પ્રખ્યાત ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ રાજકોટના લોકપ્રિય અખબાર ‘ખાસ-ખબર’ના આંગણે આવી પહોંચી હતી. ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ના આગમન પર ‘ખાસ-ખબર’ના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ ડોડીયા દ્વારા ‘ગુજરાત ફર્સ્ટ’ના હેડ અને ચીફ એડિટર વિવેક ભટ્ટ, એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય, સૌરાષ્ટ્ર ચીફ રહીમ લાખાણી તથા તેમની સંપૂર્ણ ટિમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ‘ખાસ-ખબર’ના લેખક-પત્રકાર ભવ્ય રાવલ, પત્રકાર અલ્પેશ વાડોલિયા, ફોટો જર્નાલિસ્ટ જયેશ રાવરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક ભટ્ટ સાથેની મુલાકાત દરમિયાન પરેશભાઈ ડોડીયાએ ‘ખાસ-ખબર’ની સ્થાપના પાછળનો સંઘર્ષ તેમજ શરૂઆતથી લઈને આજ સુધી અખબારે મેળવેલી સિદ્ધિઓ અને વાચકોના વિશ્ર્વાસ વિશે વાત કરી હતી. પરેશભાઈ ડોડીયાએ ‘ગુજરાત ફર્સ્ટ’ ના ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ના કોન્સેપ્ટને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકોની વચ્ચે જઈને ગ્રાઉન્ડ લેવલના સમાચારો મેળવવાની આ પદ્ધતિ પ્રશંસનીય છે. વિવેક ભટ્ટએ પણ ‘ખાસ-ખબર’ ડિજિટલના સચોટ અને ઝડપી સમાચાર પીરસવાની કલાને બિરદાવી હતી.
ગુજરાત ફર્સ્ટની ‘સ્ટુડિયો ઑન વ્હીલ્સ’ 10 દિવસ રાજકોટમાં રહેશે
- Advertisement -
ગુજરાતની લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા શરૂ કરાયેલ યુનિક કોન્સ્પેટ સ્ટુડિયો ઓન વ્હીલ્સની યાત્રા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ આવી પહોંચી છે. છેલ્લા ચાર મહિનામાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓમાં યાત્રાઓ કર્યા બાદ હવે ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ટીમ દસ દિવસ સુધી રાજકોટમાં રહીને ગ્રાઉન્ડ ઝીરો પરથી તલસ્પર્શી ઘટનાઓને દર્શકો સમક્ષ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા સ્ટુડિયો ઓન વ્હીલ્સનો યુનિક કોન્સેપ્ટ શરૂ કરાયો છે. એક વિશાળ વાનમાં સ્ટુડિયો ઊભો કરાયો છે અને તેને દરેક શહેર જિલ્લાઓમાં લઈ જવાશે. ગુજરાતના ટીવી ક્ષેત્રના જર્નાલિઝમમાં આ પ્રકારનો કેન્સપેટ લાવનાર ગુજરાત ફર્સ્ટ પ્રથમ ચેનલ છે.



