ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યા વચ્ચે 61 બોલમાં અણનમ 106 રનની ભાગીદારી : ગુજરાતને આખરી ઓવરમાં 16 રનની જરુર હતી, ત્યારે મિલરે ક્રિશ્નાની ઓવરમાં 3 સિક્સર ફટકારી જીત અપાવી
ખાસ-ખબર સંવાદદાતા
મીલરની 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની અણનમ 68 રનની ઈનિંગ તેમજ તેની અને હાર્દિક પંડયા વચ્ચેની 61 બોલમાં 106 રનની અણનમ ભાગીદારીને સહારે ગુજરાતે ટાઈટન્સે રાજસ્થાનને સાત વિકેટથી હરાવીને આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ગુજરાત 29મી મે ને રવિવારે અમદાવાદ આઇપીએલની ફાઈનલ રમશે. તે અગાઉ રાજસ્થાન રોયલ્સ 27મીએ લખનઉ કે બેંગ્લોર સામે ક્વોલિફાયર ટુ રમશે. જેમાંથી વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશશે. ગુજરાતને જીતવા માટે આખરી ઓવરમાં 16 રનની જરુર હતી, ત્યારે પ્રસિધ ક્રિશ્નાની બોલિંગમાં મીલરે શરૃઆતના ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારતાં ટીમને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
- Advertisement -
ગુજરાતે 189 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. હાર્દિક પંડયા 27 બોલમાં 40 રને અણનમ રહ્યો હતો. સહાની વિકેટ 0 પર ગુમાવ્યા બાદ ગિલ અને વેડની જોડીએ 72 રનની ભાગીદારી કરી હતી. જે પછી હાર્દિક અને મીલરે બાજી સંભાળી હતી.