ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ 20 ઉમેદવારોની યાદી AAPએ જાહેર કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ 20 બેઠકો પરના ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પરથી AAPએ ઉમેદવાર તરીકે વિજય પટેલનું નામ જાહેર કર્યું છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/U48hzugsBj
— AAP Gujarat (@AAPGujarat) October 20, 2022
- Advertisement -
ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
હિંમતનગર – નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણ – દોલત પટેલ
સાણંદ – કુલદીપ વાઘેલા
વટવા – બિપીન પટેલ
ઠાસરા – નટવરસિંહ રાઠોડ
શેહરા – તખ્તસિંહ સોલંકી
કાલોલ – દિનેશ બારિયા
ગરબાડા – શૈલેષ ભાભોર
લિંબાયત – પંકજ તાયડે
ગણદેવી – પંકજ પટેલ
અમરાઈવાડી – ભરત પટેલ
કેશોદ – રામજીભાઇ ચુડાસમા
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
નિઝર – અરવિંદ ગામિત
માંડવી – કૈલાશ ગઢવી
દાણીલીમડા – દિનેશ કાપડિયા
ડીસા – ડૉ.રમેશ પટેલ
વેજલપુર – કલ્પેશ પટેલ
સાવલી – વિજય ચાવડા
ખેડબ્રહ્મા – બિપીન ગામેતી
નાંદોદ – પ્રફુલ વસાવા
પોરબંદર – જીવન જુંગી
પાટણ – લાલેશ ઠક્કર
બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ચોટીલા – રાજુ કરપડા
માંગરોળ – પિયુષ પરમાર
ગોંડલ – નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક – પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર – વિક્રમ સોરાણી
દેવગઢ બારીયા – ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક – જે.જે.મેવાડા
ધોરાજી – વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક – કરશન કરમુર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર
ભેમાભાઈ ચૌધરી – દિયોદર
જગમાલભાઈ વાળા – સોમનાથ
અર્જુનભાઈ રાઠવા – છોટા ઉદેપુર
સાગરભાઈ રબારી – બેચરાજી
વશરામભાઈ સાગઠિયા – રાજકોટ(ગ્રામીણ)
રામ ધડૂક – કામરેજ
શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ
સુધીરભાઈ વાઘાણી – ગારીયાધાર
ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ નરોડા
રાજેન્દ્ર સોલંકી – બારડોલી