ભાજપના કાર્યકર્તાઓ તથા મતદારો સાથે કર્યો સંવાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.10
- Advertisement -
પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે આજે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મીટીંગ યોજાય હતી જે મિટિંગમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ભુપેન્દ્ર પટેલ આગામી ચૂંટણીને લઈને મીટીંગનું આયોજન કર્યું હતું જે બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કિરીટસિંહ રાણા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, મહામંત્રી અશોકભાઈ મોઢા,નિલેશભાઈ મોરી,જીલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી,ભાજપ અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, યુવા અગ્રણી પાર્થ મોઢવાડિયા, આકાશ રાજશાખા, સાગર મોદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા..



