જયપુર હાઈવૅ પર ભયાનક અકસ્માત
પોલીસે રેસ્ટોરાં-ઢાબા ખાલી કરાવ્યાં: ડ્રાઈવર જીવતો ભૂંજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જયપુર
જયપુરમાં 200 સિલિન્ડરના વિસ્ફોટ બાદ આજે સવારે બચાવ કામગીરી દરમિયાન એક ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીક થયું હતું. પોલીસે વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો અને લોકોને બહાર કાઢ્યા હતા. નજીકના રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી હતી.
મંગળવારે મોડી રાત્રે, જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરામાં એક કેમિકલ ટેન્કર કઙૠ સિલિન્ડરો ભરેલા ટ્રક સાથે અથડાયું હતું. તેના કારણે આગ લાગી હતી અને એક પછી એક 200 સિલિન્ડર ફૂટ્યા હતા. ટેન્કર ચાલક રામરાજ મીણા (ઉં.વ.35) જીવતો સળગી ગયો હતો. પાંચ લોકો ઘાયલ થયા હતા. કઙૠ ટ્રક પાસે પાર્ક કરેલા પાંચ વાહનો પણ બળી ગયા હતા. જોકે, ટેન્કરમાં રહેલા જ્વલનશીલ રસાયણમાં આગ લાગી ન હતી.
RTO ચેકિંગના ડરથી ડ્રાઈવરે ટેન્કર ઢાબા તરફ વાળ્યું ને અકસ્માત સર્જાયો: હાઈવૅ છ કલાક સુધી બંધ રહ્યો
- Advertisement -
ટેન્કર દૂર કરવામાં આવી રહ્યું હતું ત્યારે લીકેજ સવારે શરૂ થયું હતું. લગભગ છ કલાકથી બંધ રહેલો હાઇવે પોલીસે સવારે 4:30 વાગ્યે ફરીથી ખોલ્યો હતો.
અહેવાલો અનુસાર, કેમિકલથી ભરેલું ટેન્કર જયપુરથી ગુજરાત આવી રહ્યું હતું. મહાવીર ધાબા પાસે છઝઘ ચેકિંગના ડરથી, ટેન્કર-ડ્રાઇવર રામરાજે ટેન્કરને ઢાબા તરફ વાળ્યું. ટેન્કર ત્યાં પહેલેથી જ પાર્ક કરેલા કઙૠ ટ્રક સાથે અથડાયું. ટક્કર એટલી ગંભીર હતી કે ટેન્કરની કેબિનમાં આગ લાગી ગઈ. આ તણખાને કારણે કઙૠ સિલિન્ડર ફાટ્યાં.
મંગળવારે રાત્રે થયેલા અકસ્માત બાદ પોલીસે અજમેર અને જયપુર તરફ ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરીના આશરે છ કલાક પછી, બુધવારે સવારે 4 વાગ્યે હાઇવે ફરીથી ખોલવામાં આવ્યો હતો.
જોકે, સવારે 10 વાગ્યે પણ હાઇવે પર ઘણી જગ્યાએ ટ્રાફિક જામ રહ્યો હતો. એક વર્ષમાં આ વિસ્તારમાં બીજી આગ લાગવાથી ગઇંઅઈં પર સવાલો ઉભા થયા છે.