આજે રાત્રે 12 વાગ્યા સુધી રાજકોટ કા મહારાજાના આંગણે અન્નકૂટ દર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે છેલ્લા સોળ વર્ષથી ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાંજે 8-00 કલાકે સતત 30 મિનિટની દિવ્ય ધૂપ-દીપ અને પુષ્પોથી મહાઆરતી કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા ભાવિકો ભક્તોની હાજરી મોડી રાત સુધી સતત ચાલુ રહે છે તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનો આધ્યાત્મિક રસપાન રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માણતી હોય છે. વિઘ્નહર્તાની મહાઆરતીમાં દરરોજ અલગ અલગ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ડોકટરો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, રંગભૂમિના કલાકારો, મહિલા મંડળો, ધુન મંડળો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની પંડાલમાં હાજરી રહેતી હોય છે.
- Advertisement -
રિદ્ધિ સિદ્ધિના સ્વામી એવા વિઘ્નહર્તા ગણેશજીની છઠા દિવસની મહાઆરતીમાં વિદ્વાન શાસ્ત્રીજીઓ દ્વારા આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરી પૂજાવિધિ કરાવી અને ગણેશજીનો અથર્વશીષનો પાઠ કરાવી મહાઆરતીની શરૂઆત કરી હતી. મહાઆરતીમાં ગુજરાત બ્રહ્મસમાજના ભામાશા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જગદીશભાઈ મહેતા પરિવાર, ડોકટર દિવાકર જૈન, અજયભાઈ હિન્દુજા, ડો. તેજસભાઈ ત્રિવેદી અને તેઓના પત્ની ડો. વૈશાલીબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ શીલુ, મહિલા અગ્રણી પાયલબેન શાહ સહિતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવને સફળ બનાવવા બ્રહ્મ સમાજના યુવા નેતા અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીના સતત માર્ગદર્શનમાં રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવના ક્ધવીનર વિશાલભાઈ અને સહક્ધવીનર વિકીભાઈ તથા યુવા ક્ધવીનર માનવભાઈના નેજા હેઠળ દિલીપભાઈ જાની, વિશાલભાઈ ઉપાધ્યાય, પ્રશાંતભાઈ ઓઝા, અર્જુનભાઈ શુક્લ, હર્ષભાઈ ચિરાગભાઈ ઠાકર, વિવેકભાઈ જોશી, આદીત્યભાઈ ત્રિવેદી, જયદીપભાઈ ત્રિવેદી, વિરલભાઈ જોશી, ચિંતનભાઈ ઠાકર, જયોતિન્દ્રભાઈ પંડ્યા, હેમલભાઈ રાવલ, મયુરભાઈ જોશી, હારિતભાઈ પંડ્યા, જીજ્ઞેશભાઈ પંડ્યા, રમેશભાઈ ઉપાધ્યાય તેમજ ભૂદેવ સેવા સમિતિની મહિલા ટીમ અને યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે.