ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધવા આજે પડાપડી કરશે.
તારીખ 17 નવેમ્બર સુધીમાં તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી તેઓની માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી છે. નહીં તો આજે છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોના ફોર્મ ન ભરાય એવી પણ સ્થિતિ સર્જાય તેવી વકી છે.
- Advertisement -
તમને જણાવી દઇએ કે, ભાજપે અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અગાઉ 160 અને પછી વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તદુપરાંત કોંગ્રેસે અત્યાર સુધીમાં 142 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કુલ 16 યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 184 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોણે કેટલાં ઉમેદવાર જાહેર કર્યા?
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન થશે.
- Advertisement -
પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.
બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા
2017માં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.