ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જુઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું લાઈવ અપડેટ….
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.
- Advertisement -
788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.
રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકવ્યા છે. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા.
જેતપુરમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવાગઢમાં યુવકે અનોખી રીતે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી છે. જેતપુરમાં વિનીત ઠુમર નામના યુવકનું પ્રથમ મતદાન તેમજ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. યુવકે પોલિંગ બુથ ઉપરના કર્મચારીઓ સાથે કેક કાપી ઉજવણી કરી છે.
- Advertisement -
રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 35% મતદાન
સૌથી ઓછુ દ્વારકામાં 28% મતદાન
નર્મદામાં 33% અને નવસારીમાં 32% ટકા મતદાન
વલસાડ અને મોરબીમાં 32-32% મતદાન
રાજકોટમાં 31% મતદાન
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર 30-30% મતદાન
કચ્છ, બોટાદ, સુરત, ભરૂચ અને જૂનાગઢમાં 29-29% મતદાન
પોરબંદર 28% મતદાન નોંધાયું
#GujaratAssemblyPolls | Prafulbhai More, a man whose wedding is scheduled for today casts his vote in Tapi
He says, "I urge everyone to vote, you shouldn't waste it. My wedding was scheduled for the morning but I rescheduled it for the evening, we've to go to Maharashtra for it" pic.twitter.com/q1nWt9q8k1
— ANI (@ANI) December 1, 2022
હાર્દિક પટેલને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે તેને સભ્ય બનાવ્યો છે. ભાજપનું ભવિષ્ય સારું છે. હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.
કચ્છના ગાંધીધામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. વરરાજાએ ગોડા પર બેસતા પહેલા મતદાન કર્યું છે. અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના 92-કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ડો.પ્રદ્યુમન વાજાએ કોડીનાર મ્યુનિસિપલ ગલ્સ હાઈસ્કૂલ ખાતે બુથમાં નિરિક્ષણ કર્યું છે. તેમણે લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે. આ સાથે તેમણે કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાની તમામ સીટો ભાજપ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે.
સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાવર કટની સમસ્યા સર્જાતા વોટિંગ કામગીરી ઠપ્પ થઈ છે, જાણી જોઈને પાવર કટ કરાવ્યો હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે. બેગમપુરાના વિરમગામી મહોલ્લાની શાળામાં વોટિંગ કામગીરી બંધ થતાં કોંગ્રેસના કાર્યકરો શાળામાં ધરણાં પર બેઠા છે.તાપીમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં વરરાજાનો ઉત્સાહ જોવા મળ્યો. વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા યુવા વરરાજાએ મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ વરરાજાના લગ્ન પહેલા સવારના સમયે હતા, પરંતુ મતદાનના કારણે કેન્સલ કરી સાંજના સમયે લગ્ન કરવાનું આયોજન કર્યું. તેઓએ લગ્ન પહેલા મતદાન કરીને તાપી જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી.
દ્વારકા 82 વિધાનસભાના ઉમેદવાર પબુભા માણેકે ઓખા ખાતે આવેલ ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં મતદાન કર્યું. આઠમી વખત લડી રહેલા પબુભા માણેકે ઓખા ખાતે મતદાન કર્યું છે.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું છે. નર્મદા નદીના બેટમાં કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. કન્ટેનરમાં મતદાન માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ વિસ્તારમાં 213 મતદારો નોંધાયેલા છે, તેમના માટે ખાસ આ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. અગાઉ મતદારોને 80 કિ.મી દૂર મતદાન માટે જવાની ફરજ પડતી હતી. હાલની ચૂંટણીમાં તમામ મતદારોએ ઘર આંગણે મતદાન કર્યું છે.
તાપીની નિઝર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુનીલ ગામીતે મતદાન કર્યું છે. સુનીલ ગામીતે નિઝરની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે નિઝર બેઠક પર સારી લીડથી જીતવાની પણ આશા વ્યક્ત કરી છે. મોરબી-માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે. પટેલે મતદાન કર્યું છે. તેમણે પરિવાર સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું છે.
ભાવનગરમાં પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર સેજલ પંડ્યાએ મતદાન કર્યું છે. તેમણે મહિલાઓને મતદાન કરવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, સેજલ પંડ્યા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં એક માત્ર મહિલા ઉમેદવાર છે. દ્વારકાના ખંભાળિયામાં રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે. ખંભાળિયા બ્રાન્ચ શાળામાં પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે.