ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. આ ફોર્મની ચકાસણી 18 નવેમ્બરે એટલે કે આવતીકાલે થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 181 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એવામાં બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.
- Advertisement -
બીજા તબક્કામાં 93 સીટો પર થશે મતદાન
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદાવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. બીજા તબક્કા માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે.
18મી નવેમ્બરે થશે ફોર્મની ચકાસણી
બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 719 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. આ ફોર્મની ચકાસણી 18 નવેમ્બરે એટલે કે આવતીકાલે થશે. બીજા તબક્કાની ચૂંટણી માટે 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. આપને જણાવી દઈએ કે, પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારની છેલ્લી યાદી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, પ્રદેશ નેતૃત્વ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી બનાવી દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવી હતી. આ યાદી પર હાઈકમાન્ડની મહોર લાગ્યા બાદ હવે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ દ્વારા વિરમગામથી હાર્દિક પટેલની સામે લાખા ભરવાડને ઉતારાયા છે.
- Advertisement -
37 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા જાહેર
કોંગ્રેસે પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.