રાજ્યમાં કોઇપણ શહેર કે ગામડાની અંદર જો કોઇ દંપતી કોરોનાગ્રસ્ત હોય તો તેમના સંતાનોની દેખરેખ રાખવા રાજ્યના ચાઈલ્ડ હોમ અને ગર્લ્સ હોમમાં મોકલવામાં આવશે અને આ માટે ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 33 જિલ્લાઓની 99 સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 0 થી 6 વર્ષના બાળકોની સંસ્થાઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
સમગ્ર દેશ સાથે ગુજરાત આજે કોરોનાની બીજી લહેરનો વિપરીત સામનો કરી રહ્યું છે તો બીજી તરફ કોરોનાની લહેરમાં આખેઆખા પરિવારો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં દંપતી સંક્રમિત થાય તો તેમના બાળકો માતા-પિતા વિના એકલા અટુલા પડી જવાના કિસ્સા સરકારના ધ્યાને આવતા સમાજ સુરક્ષા વિભાગે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને કોરોના સંક્રમિત દંપતીના બાળકોની દેખરેખ અને તેમની સારસંભાળ માટે મહત્વના નિર્ણયો કર્યા છે.
- Advertisement -
ગઈકાલે રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મહત્ત્વનો એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં કોવિડ 19 ની સ્થિતિ વચ્ચે કોઇપણ શહેર કે ગ્રામ્ય કક્ષાએ પતિ પત્ની ( દંપતી) કોરોના સંક્રમિત થાય તો તેમના બાળકોને રઝળી ન પડે તે માટે સંક્રમિત દંપતીના બાળકોને ચાઈલ્ડ હોમ કે ગર્લ્સ હોમ માં મોકલી તેમની સઘન સંભાળ લેવાનું નક્કી કર્યું છે નોંધનીય છે કે નાના બાળકો સાથે રહેતા પરિવારમાં જ્યારે પતિ-પત્ની બંને એકસાથે કોરોના સંક્રમિત બને ત્યારે પોતાના બાળકોની સંભાળ એક વિકટ સમસ્યા બને છે અને આવા સંજોગોમાં બાળકોની દેખરેખ રાખનાર કોઈ ન હોય ત્યારે દંપતી માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે.
ત્યારે આવા કિસ્સાઓમાં બાળકોની સારસંભાળ માટે સમાજ સુરક્ષા વિભાગે 33 જિલ્લાઓમાં 99 સંસ્થાઓની યાદી જાહેર કરીને તેમની જવાબદારી સોંપી એક નવી વ્યવસ્થા ઊભી કરી છે જોકે આ માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંસ્થાઓને મહત્વની કેટલીક સૂચનાઓ પણ આપી છે જે મુજબ કોરોનાવાયરસ નો ભોગ બનેલ દંપતીનું બાળક દીકરો હોય તો તેને ચાઈલ્ડ હોમ માં અને દીકરી હોય તો ગર્લ્સ હોમ માં મહિલા કર્મચારી સાથે મોકલવાની ખાસ સૂચના સંસ્થાઓને આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દંપતીના બાળકોની દેખરેખ હવે પછી રાજ્ય સરકાર કરશે અને આ માટે બાળકોની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવી છે નોંધનીય છે કે આ અગાઉ સંક્રમિત થયેલા દંપતીના બાળકોની સાર સંભાળ પાડોશી સગા-સંબંધી કે અનીતિ પરિવારના સભ્યો રાખતા હતા પરંતુ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરેલા મહત્વના નિર્ણય કી જે તે જિલ્લા વહીવટી તંત્ર આવા દંપતીના બાળકોનું યોગ્ય ધ્યાન રાખશે.