8 મોટા શહેરોની જેમ 157 પાલિકાઓમાં પણ રખડતાં ઢોર સામે કાર્યવાહી માટે આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
14મી વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ અને નિયમન કાયદો-2022ને અડધી રાતે પસાર કરાવી અને પછી સામી ચૂંટણીએ ભાજપ સરકારે ભલે તેને રદ્દ બાાલ કર્યો હતો પરંતુ હવે એ જ વ્યવસ્થા ઈંઙઈ સહિત છથી વધુ કાયદા હેઠળ આવરીને પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માર્ગદર્શિકા-2023 રૂપે અમલમાં મુકાઈ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે 8 મોટા શહેરોની જેમ 157 નગરપાલિકાઓમાં તત્કાળ અસરથી કાયમી ધોરણે રખડતા ઢોર સામે કાર્યવાહી માટે 20 પેજની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મહાનગરોની જેમ નાની પાલિકાઓના શહેરી પશુપાલકો માટે પણ ઢોરનું લાયસન્સ, ઢોરને છઋઈંઉ ચીપ અને ટેગ લાગાડવી ફરજીવાત કરી દેવાયુ છે. એટલું જ નહીં, ગાઈડલાઈનના અમલ માટે દરેક પાલિકા કે ક્ષેત્રમાં પ્રાંત ઓફિસરની અધ્યક્ષતામાં પોલીસ ઈન્સ્પેક્ટરની કમિટી રચવા અને પર પિરવહનમાં અવરોધથી અકસ્માતે ઈજા, જાનમાલના નુકસાન સહિત તમામ સ્તરે તેના માલિકોને જવાબદાર ઠેરવવા અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. સંયુક્ત સચિવ બી.એસ. મિસ્ત્રીની સહીથી પ્રસિદ્ધ પરિપત્ર અને ગાઈડલાઈનનો હવે કેટલો સચોટ અમલ થાય છે તેના ઉપર સૌની નજર રહેશે.
- Advertisement -
પશુઓના રજિસ્ટ્રેશન સામે રાજકોટ માલધારી સમાજમાં રોષ: ઉગ્ર આંદોલનની ચીમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
સરકારના પશુ નિયમન કાયદા હેઠળ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા આદેશ મામલે રાજકોટનાં માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં માલધારી સમાજ દ્વારા પશુઓનાં રજિસ્ટ્રેશન કરતા પહેલા સરકાર પૂરતી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ કરવામાં આવી છે. પશુઓનાં રજિસ્ટ્રેશન કરવા સરકારી કર્મચારીઓને જે-તે સ્થળે મોકલવા માટે અપીલ કરી છે. જો માલધારી સમાજની માંગ સરકાર દ્વારા સંતોષવામાં નહી આવે તો માલધારી સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને જો રજીસ્ટ્રેશન વગરના ઢોર ઝડપાશે તો રૂપિયા 10 હજારથી 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડતાં માલધારી સમાજે સરકારને પહેલા પૂરતી વ્યવસ્થા કરવાની માગ કરી છે.