ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ 2022માં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. મહેસાણા ખાતે આવેલી જીપેરી એન્જિનિયરિંગ કોલેજમાં દરેક શાખાની 34 જેટલી બેઠક પણ ફાળવવામાં આવી હતી.
- Advertisement -
2022માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહતો. 2023માં માત્ર બે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તે પણ પરત ખેંચી લીધો હતો. આ વર્ષે પણ માત્ર છ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે, એટલે કે ગુજરાતી મિડિયમમાં શરૂ કરેલા એન્જિનિયરિંગ કોર્સને સફળતા મળી નથી. વિદ્યાર્થીઓના ભવિષ્યના ડરે પ્રવેશ મેળવવાની ટાળે છે. આ અંગે એડમિશન કમિટીના ચેરમેન નિલય ભૂપતાનીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માનતા હોય છે કે માટે ડીગ્રી કે ઇન્ડસ્ટ્રીમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં હોય તેઓ વિદેશી કંપનીમાં જોબમાં આગ્રહ રહેતો હોય છે, જેથી વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે ઇંગ્લિશ વિષયને પસંદ કરતો હોય છે.