GSTના દરોમાં ધરખમ સુધારાનો સોમવારથી અમલ, મોંઘવારીમાં રાહત થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્ર સરકારે ભારતીયોને દિવાળીની વહેલી ભેટ આપી હોય તેમ કાયમી વપરાશની ચીજો પરના જીએસટી રેટ (સ્લેબમા)ઐતિહાસીક ફેરફાર કર્યા હતા.સોમવારથી નવા ટેકસ દર લાગુ થઈ રહ્યા છે. ત્યારે કંપનીઓએ નીચા ભાવનો નવો માલ ખડકવાનું-ડીલીવરી કરવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લી ઘડીની દોડધામ-ઘસારો રોકવા અગાઉથી જ માલ મોકલવા લાગી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તાજેતરમાં જ એવો દાર્વો કર્યો હતો કે અત્યાર સુધી 12 ટકાના જીએસટી સ્લેબમાં રહેલી 99 ટકા ચીજો 5 ટકાના સ્લેબમાં આવી જશે તેમાં બટર, ચીઝ,સહિતની ડેરી પ્રોડકટ નમકીન તથા ક્નફેશનરી પ્રોડકટનો સમાવેશ થશે.આ સિવાય બિસ્કીટથી માંડીને આઈસ્ક્રીમ તથા સાબુથી ટુથપેસ્ટ સુધીની ચીજો 18 ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગશે. નવા જીએસટી દર સોમવારથી લાગુ થવાના છે તે પુર્વે જ કંપનીઓએ નવા ઘટાડેલા દરનો માલ રીટેઈલ વેપારીઓએ લાગુ કરી દીધો છે એટલે તેઓ સોમવારથી 5 ટકાનો લાભ આપી શકે. ગ્રેવીસ ફૂડની આઈસ્ક્રીમ બ્રાંડ રોબિન્સનના ચીફ એકઝીકયુટીવ મોહીત ઠકકરે કહ્યું કે સોમવારથી કંપનીની પ્રોડકટ પાંચ ટકાના ટેકસ ધોરણે વેચાશે. પાર્લર પર નવા ઘટાડેલા ભાવ દર્શાવાતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.
ડીસ્ટ્રીબ્યુટરોને મોકલવામાં શરૂ કરી દીધુ છે. 22 મીએ રીટેઈલ સ્ટોરમાં નવા નીચા ટેકસ હેઠળ નીચી કિંમતે આ તમામ પ્રોડકટ નવા ટેકસ હેઠળ નીચી કિંમતે મળવા લાગશે અને નીચા ભાવનાં જ બીલ બનશે. હિન્દુસ્તાન યુનિલીવર પ્રોકટર એન્ડ ગેમ્બલ, ઓરીયલ, આઈટીસી, બ્રિટાનીયા જેવી કંપનીઓએ જુદા જુદા પ્લેટફોર્મ પર ભાવ ઘટાડો જાહેર કરી જ દીધો છે. સાબુ-શેમ્પુ, ડાયપર, શોપીંગ ક્રિમ, આફટરશેવ, કોફી જામ વગેરેનાં ભાવ ઘટાડવામાં આવ્યા છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓએ વેચાણ વધારવાના આશયથી એડવાન્સમાં જ ટેકસ ઘટાડા આધારીત ડીસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધુ છે.સ્વીગી ઈન્સ્ટા માર્ટનાં ચીફ એકઝીકયુટીવ અમિનેશ ઝાએ કહ્યું કે જીએસટીની વહેલી બચત હેઠળ આજથી જ શ્રેણીબદ્ધ પ્રોડકટ પર ડીસ્કાઉન્ટ શરૂ કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબ-રેટમાં ધરખમ સુધારા કર્યા હતા. 12 તથા 28 ટકાના ટેકસ સ્લેબ નાબુદ કરીને 5,18,અને 40 ટકાના જ ટેકસ સ્લેબ જાહેર કર્યા હતા. જીવનજરૂરી ક્ષેત્રની મોટાભાગની ચીજોને પાંચ ટકાના સ્લેબમાં સમાવવામાં આવી છે.સર્વીસ અને ક્નઝયુમર પ્રોડકટને 18 ટકામાં લેવામાં આવી છે. તમાકુ જેવી ‘ચીન’ પ્રોડકટ તથા અન્ય લકઝરી ચીજો 40 ટકાના ટેકસ સ્લેબમાં છે.
કંપનીઓ નવા નીચા ટેકસદરનો માલ ખડકવા લાગી: ડેરી પ્રોડકટથી માંડી બિસ્કીટ, સાબુથી શેમ્પુ તથા ઈલેકટ્રોનિકસ-વાહનો સહિતની પ્રોડકટમાં નવા ભાવ લાગુ થશે
ઈ-કોમર્સ કંપનીઓએ આજથી જ જીએસટી ઘટાડાના નીચા ભાવે વેંચાણ શરૂ કરી દીધું!