ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચી
SGST-IGSTના માધ્યમથી રાજ્યને રૂ. 73,200 કરોડની આવક થઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેટ (ટઅઝ), GST , ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર એટલે કે ટેક્સ અમલમાં હતા. જેનાથી વેપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓ ઉભી થતી હતી. ખાસ કરીને, વિવિધ રાજ્યોના અલગ-અલગ ટેક્સ રેટ અને નિયમો ઉપરાંત ’ટેક્સ પર ટેક્સ’ને કારણે વસ્તુઓ મોંઘી બનતી હતી. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા 1 જુલાઈ, 2017 ના રોજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ૠજઝ) લાગુ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. ૠજઝ લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રતિવર્ષ નવા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 8 વર્ષ પહેલા ૠજઝ લાગુ થયો ત્યારે રાજ્યમાં 5.15 લાખથી વધુ કરદાતાઓ હતા, જેની સામે આજે વર્ષ 2024-25માં 145 ટકાના વધારા સાથે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા 12.46 લાખને પણ પાર કરી ચૂકી છે, જે બમણાથી પણ વધુ છે. નોંધાયેલા કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશમાં ત્રીજા સ્થાને છે, વર્ષ 2024-25માં ગુજરાતનો કરદાતા વૃદ્ધિ દર 6.38 ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર 3.86 ટકા અને અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે. ગુજરાતમાંથી વર્ષ 2024-25 દરમિયાન રૂ. 1,36,748 કરોડની ૠજઝ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ રૂ. 11,579 કરોડ વધુ છે. રાજ્યોમાંથી થયેલી GST આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે અને ડોમેસ્ટિક GST માં પણ ગુજરાતનો ફાળો 8.2 ટકા નોંધાયો છે.
રાજ્યને મળતી GST અને GST ની આવકમાં પણ ગુજરાતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2024-25માં જૠજઝ અને ઈંૠજઝના માધ્યમથી રાજ્યને કુલ રૂ. 73,200 કરોડની મહેસૂલી આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. 8,752 કરોડ વધુ છે.
- Advertisement -
ગુજરાત માત્ર કરદાતાઓની સંખ્યામાં જ નહીં, પરંતુ GST ના કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (ઊંઙઈં)માં ગુજરાતે 71.69 પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે, જ્યારે 73.93 પોઈન્ટ્સ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. GST ના કુલ 22 કામગીરી માપદંડોમાંથી 09 પરિમાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત સમયસર GST -3ઇ અનેGST -1 રિટર્ન ભરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. નિર્ધારિત સમયમર્યાદામાં GST -3ઇ રિટર્ન ફાઈલિંગમાં 88.9 ટકા અને GST -1 રિટર્ન ફાઈલિંગમાં 85.5 ટકાની સિદ્ધિ મેળવી છે.
ઈ-વે બિલમાં પણ ગુજરાત મોખરે
આ ઉપરાંત માલ-સામાનની અવર-જવરના ડિજિટલ ટ્રેકિંગ માટે બનાવવામાં આવતા ઈ-વે બિલમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. વર્ષ 2024-25 દરમિયાન સપ્લાયરો દ્વારા કુલ 13.98 કરોડ ઈ-વે બિલ બનાવવામાં આવ્યા હતા. આમ સપ્લાયરોની સંખ્યાના આધારે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત ઈ-વે બિલના મૂલ્યની દ્રષ્ટિએ દેશમાં દ્વિતીય સ્થાને તેમજ કુલ ઈ-વે બિલની સંખ્યામાં દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.