નાણાકીય વર્ષ 2018-19થી 2022-23ના એસેસમેન્ટ સંબંધિત મામલો: એરલાઇને કહ્યું- આદેશને પડકારશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર દિલ્હી સાઉથ કમિશનરેટના ઈૠજઝના અધિક કમિશનર દ્વારા ₹458 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે આ દંડ કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (ઈૠજઝ) અધિનિયમ, 2017ની કલમ 74 હેઠળ નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23ના આકારણી સાથે સંબંધિત છે. એરલાઇન મુજબ, કુલ ૠજઝ માંગ ₹458,26,16,980 છે. કંપનીએ જણાવ્યું હતું કે ૠજઝ વિભાગે વિદેશી સપ્લાયર પાસેથી મળેલી ક્ષતિપૂર્તિ (કમ્પેન્સેશન) પર ટેક્સની માંગ, વ્યાજ અને દંડ લગાવ્યો છે, સાથે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટને પણ રદ કરવામાં આવી છે. કંપનીએ બાહ્ય ટેક્સ સલાહકારોના અભિપ્રાયના આધારે આ દંડને ખોટો ગણાવ્યો. ઇન્ડિગોનું કહેવું છે કે આ આદેશ કાયદાની વિરુદ્ધ છે અને તે તેને કોર્ટમાં પડકારશે. કંપની મુજબ, આ આદેશની તેના નાણાકીય પરિણામો, સંચાલન અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ મોટી અસર નહીં પડે. આ પહેલીવાર નથી જ્યારે ઇન્ડિગો પર ૠજઝ સંબંધિત ટેક્સ વિવાદ સામે આવ્યો હોય. આ પહેલા 30 માર્ચે ઇનકમ ટેક્સે કંપનીને ₹944.20 કરોડનો પેનલ્ટી ઓર્ડર મોકલ્યો હતો. કંપનીએ જણાવ્યું કે 2021-22 એસેસમેન્ટ યર માટે ઇનકમ ટેક્સ એક્ટ 270અ હેઠળ આ પેનલ્ટી લગાવવામાં આવી હતી.
એરલાઇને આ આદેશને ‘ખોટો અને પાયાવિહોણો’ ગણાવ્યો. ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, આ પેનલ્ટી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એસેસમેન્ટ યુનિટ દ્વારા લાદવામાં આવી હતી. જ્યારે, વધારાનો ₹2.84 કરોડનો દંડ ચેન્નઈના સંયુક્ત કમિશનર દ્વારા લાદવામાં આવ્યો હતો. આ વિવાદ 2018થી 2020 સુધીના નાણાકીય રેકોર્ડમાં વિસંગતતાઓને કારણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ઈંઝઈ) નામંજૂર કરવા સાથે સંબંધિત છે.
6 જાન્યુઆરીના રોજ એર કાર્ગો કોમ્પ્લેક્સ (ઇમ્પોર્ટ)ના પ્રધાન આયુક્ત (કસ્ટમ્સ)એ ઇન્ડિગો પર એરક્રાફ્ટ પાર્ટ્સની આયાત પર શુલ્ક મુક્તિ અસ્વીકૃત કરતા ₹2.17 કરોડનો દંડ ફટકાર્યો હતો. 5 ફેબ્રુઆરીના રોજ ૠજઝ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડિગોને 116 કરોડ રૂપિયાનો ટેક્સ ડિમાન્ડ નોટિસ મળ્યો હતો. 15 જાન્યુઆરીના રોજ સીમા શુલ્ક વિભાગે ઇન્ડિગો પર જેટ ફ્યુઅલ ડ્યુટી સંબંધિત એક કેસમાં ₹25 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. લખનઉની જોઈન્ટ કમિશનર ઓફિસે નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્ડિગો પર ₹14 લાખ 59 હજારનો દંડ ફટકાર્યો.
આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં ઇન્ડિગોને મોટા પાયે ઓપરેશન્સ સંબંધિત મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ઉૠઈઅ) એ પાઇલટોના આરામ માટે નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ’ (ઋઉઝક) નિયમો લાગુ કર્યા હતા.
મૂડીઝની ચેતવણી- એરલાઇનને નાણાકીય નુકસાનની આશંકા
રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે ફ્લાઇટ્સ રદ થવાથી ઇન્ડિગોને મોટું નાણાકીય નુકસાન થઈ શકે છે. મહેસૂલમાં ઘટાડાની સાથે સાથે મુસાફરોને રિફંડ આપવા અને સરકાર તરફથી સંભવિત પેનલ્ટી એરલાઇનના નફા પર અસર કરી શકે છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ ઇન્ડિગો હજુ પણ 63% હિસ્સેદારી સાથે ભારતની સૌથી મોટી એરલાઇન છે, પરંતુ સર્વિસ અને સ્ટાફ મેનેજમેન્ટને કારણે ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે.



