– તેમાંથી માત્ર 922 કરોડની રિકવર થઇ
વન નેશન વન ટેકસ અંતર્ગત લાગુ કરાયેલા જીએસટીનાં અમલને છ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સીસ્ટમ ફુલપ્રુફ બની શકી નથી. છેલ્લા છ વર્ષમાં 27426 કરોડની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી છે. છ વર્ષનાં આ સમય ગાળામાં જીએસટીનાં 5070 કૌભાંડોનો પર્દાફાશ થયો હતો.
- Advertisement -
મોટાભાગનાં કિસ્સા પાન તથા આધાર કાર્ડનો દુરૂપયોગ કરીને ગેરકાયદે રીતે ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનાં હતા અને તેમાં 27426 કરોડની ટેકસચોરી પકડાઈ હતી આમાંથી રિકવરી માત્ર 922 કરોડની જ થઈ શકી હતી. જીએસટીનાં સૌથી વધુ કૌભાંડ ધરાવતાં ટોપ-3 રાજયોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તથા તામીલનાડુ છે.રસપ્રદ વાત એ, છે કે 16 મેથી 9 જુલાઈ 2023 દરમ્યાન ખાસ અભિયાનમાં 9369 બોગસ પેઢીઓનો પર્દાફાશ થયો છે અને 10902 કરોડની ટેકસ ચોરીનો ખુલાસો થયો હતો. તેમાંથી રિકવરી માત્ર 45 કરોડની જ થઈ છે.