મોદી સરકારના બે હાથમા લાડૂ છે. એક બાજુ છેલ્લા કેટલાક સમયથી જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ મોટો વધારો આવતાં સરકારી ખજાનો છલકાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો વધારો થયો છે. આ વખતે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.87 ટકા વધીને 4.75 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. કર વસૂલાતમાં વધારો આર્થિક પ્રવૃત્તિને વેગ આપે છે અને આ તેની નિશાની છે.
આવકવેરા વિભાગે આપી માહિતી
આવકવેરા વિભાગે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કુલ બજેટ અંદાજના 26.05 ટકા પર પહોંચી ગયું છે. જેમાં ઇન્કમ ટેક્સ અને કંપની ટેક્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
Gross Direct Tax collections for FY 2023-24 upto 9th July, 2023 are at Rs. 5.17 lakh crore, higher by 14.65% over gross collections for corresponding period of preceding year.
Net collections at Rs. 4.75 lakh crore are 15.87% higher than net collections for the corresponding… pic.twitter.com/qwfdtRjg08
— Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023
- Advertisement -
42,000 કરોડનું રિફંડ રિલિઝ
આ દરમિયાન આઈટી વિભાગે 42,000 કરોડનું રિફંડ રિલિઝ કર્યું છે જે ગત વર્ષની તુલનામા 2.55 ટકા વધારે છે.
શું છે ડાયરેક્ટ ટેક્સ?
ડાયરેક્ટ ટેક્સમાં ઈન્કમ ટેક્સ અને કંપની ટેક્સ સામેલ છે. કરદાતાઓ અને કંપની સરકારને જે સીધા પૈસા ચૂકવે છે તેને ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે તે ઉપરાંત આ ટેક્સમાં કેપિટલ ગેઈન્સ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ પણ સામેલ છે.
Provisional figures of Direct Tax collections for FY 2023-24 register steady growth upto 9th July 2023
Gross collections are at Rs. 5.17 lakh crore which is 14.65% higher than gross collections for the corresponding period of last year
🔗https://t.co/lxc9q0RN3P@FinMinIndia
— PIB India (@PIB_India) July 10, 2023
ઈનડાયરેક્ટ ટેક્સ શું છે?
ઈનડાયરેક્ટ ટેક્સ એટલે માલ અને સર્વિસ પર લેવામાં આવતો ટેક્સ. આ ટેક્સ લોકો સીધો નથી ચુકવતા, કોઈ વચ્ચેનાને ચુકવે છે અને તે વચ્ચેના સરકારમાં ટેક્સ જમા કરાવે છે.