ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.
વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.
- Advertisement -
વિજ્ઞાન પ્રવાહમાં 2023ની તુલનાએ 16.87 ટકા વધુ પરિણામ આવ્યું
આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ 97.97 ટકા જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછુ 84.81 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 2023ની તુલનાએ 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
- Advertisement -
વોટ્સએપ નંબર પરથી પણ મેળવી શકાશે પરિણામ
બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024 બોર્ડની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.