આજે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
- Advertisement -
ધોરણ 10ના 9.70 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર, વિદ્યાર્થીઓ GSEB.ORG વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે
રાજકોટનું પરિણામ:
રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. વર્ષ 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. પરંતુ 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D ગ્રેડમાં 73, E1* ગ્રેડમાં 0, E1 ગ્રેડમાં 5446 અને E2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 69 છે.
આ વખતે સમગ્ર રાજ્યમાં ધોરણ-10નું 65.18% પરિણામ
- Advertisement -
ચાલુ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે gseb.org પર પરિણામ મૂકાયું છે.જેમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.
જિલ્લાવાર પરિણામ
અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ
ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ
જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ
રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ
જામનગર જિલ્લાનું 69.68% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 292 શાળા
સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
જ્યારે અન્ય ભાષાનું 80.30 ટકા પરિણામ
121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાઓ
આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC Results )
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.