મગફળી ખરીદીના અઘરા માપદંડથી ખેડૂતો ખફા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
રાજ્યભરમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના પાકનો ઘણવો કાઢી નાખ્યો છે તેવામાં ઝાલાવાડ પંથકમાં મુખ્યત્વે વાવેતર થતા મગફળી અને કપાસનો પાક માવઠાના લીધે સદંતર નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે તેવામાં રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે 97 કેન્દ્રો પર એક સાથે મગફળીની ખરીદી માટે પરવાનગી આપી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે રવિવારે સવારથી જ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્રારંભ થયો હતો જેમાં પ્રારંભની સાથે જ ટેકાના ભાવે એટલે કે 1400 રૂપિયા મણ (પ્રતિ 20 કિલો) મગફળી ખરીદી કરી હતી જોકે ટેકાના ભાવે ખરીદી થતા કેન્દ્રો પર માપદંડ આકરા હોવાનું ખેડૂતો દ્વારા જાણવામાં આવ્યું હતું જેને લઈ આગામી સમયમાં આકરા માપદંડના લીધે મોટાભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય તેવા એંધાણ નજરે પડે છે.



