ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર – બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઈઝ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યું હતો. ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચડાવથી તેમને નુકસાની ન થાય તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી ચાલુ કરવામાં આવી છે. ખેડૂતોને પોષણક્ષમભાવ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે.આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, દિનેશભાઈ ખટારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ઝાલા, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિનેશભાઈ નકુમ, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વજુભાઈ ઝાલાવાડીયા, નારણભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/11/02-15.jpg)