આબોહવા પરિવર્તનની સંભવિત અસર પર પ્રકાશ પાડતા અભ્યાસમાં નિષ્ણાતોએ સદીના અતં સુધીમાં ગુજરાતના મુખ્ય ખરીફ પાક મગફળીના ઉત્પાદનમાં 32% સુધીનો ઘટાડો થવાની આગાહી કરી છે. ગુજરાત દેશમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાય છે. અનુક્રમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 0.11 અને 0.12 ઓ ના વાર્ષિક વધારાની લાંબા ગાળાની આગાહીના આધારે આ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
આગાહીમાં 2071 થી 2100 ના સમયગાળા દરમિયાન વાર્ષિક વરસાદમાં લગભગ 63% નો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. બદલાતી હવામાન પરિસ્થિતિઓની અસરને ઘટાડવા માટે, અભ્યાસ વર્તમાન ચક્રની તુલનામાં પર્યા સિંચાઈ સાથે વહેલી વાવણી સૂચવે છે.
- Advertisement -
નવસારી કૃષિ યુનિવર્સિટીના પીકે પરમા અને આણદં કૃષિ યુનિવર્સિટીના એમજે વસાણી, એચઆર પટેલ, એસબી યાદવ અને વી પાંડે દ્રારા ’ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્ર્ર કૃષિ-આબોહવા પ્રદેશમાં મગફળી પર હવામાન પરિવર્તનની અસર’ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.