મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં ખેડૂતો જમીન પર બેસીને રામધૂન બોલાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
રાજ્ય સરકાર દ્વારા માણાવદર તાલુકામાં બે મગફળી ખરીદી કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે ત્યારે એક કેન્દ્ર ઉપર ઘણા સમયથી ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે મગફળી ખરીદી સેન્ટર-2 માં હજુ સુધી ખરીદી ન થતા આજ રોજ તાલુકાના ખેડૂતોએ એકઠા થઈને માણાવદર મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
- Advertisement -
આ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે અમારા માણાવદર તાલુકામાં 58 ગામો આવેલ છે અને આ વિસ્તારમાં મગફળીના પાકનું વિપુલ પ્રમાણમાં પુષ્કળ ઉત્પાદન થયેલ છે અને બજારમાં પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળતા ના હોય, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની મગફળી નક્કી કરેલ છે અને સરકાર તથા ગુજકોમાસોલ દ્વારા માણાવદર તાલુકામાં બે સંસ્થાઓને ખરીદી કરવા માટે 2 સેન્ટર ફાળવવામાં આવેલ છે. જેમા સેન્ટર -1માં એ ખરીદી ચાલુ કરવામાં આવેલ છે. જે તમામ ખેડૂતોને યોગ્ય રીતે સંતોષકારક અને પુરતા પ્રમાણમા પાક ઉત્પાન માલ ખરીદવા સક્ષમ ન હોય જેથી સેન્ટર – 2 મારફત પણ ખેડુતોની મગફળી ખરીદવા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવીને તમામ ખેડૂતોનો ઉત્પાદીત માલ તાત્કાલીક અસરથી સેન્ટર -2 ખરીદી ચાલુ કરવો જેથી અમોને માલ વેચાણમાં મદદ મળે તેમજ ખેડૂતોના બાળકોની સ્કુલ ફી ભરવાની હોય, લગ્નગાળાની સિઝન હોય. તેમજ રવી પાકોના વાવેતર માટે પૈસાની ખુબ જ જરૂરિયાત હોય તેવા સમયમાં તમામ ખેડુતો એકીસાથે મગફળીનું વેચાણ કરી શકે અને ટેકાના ભાવોનો બહોળા પ્રમાણમાં લાભ મળે તે માટે માણાવદર તાલુકાનુ મગફળી સેન્ટર – 2માં તાત્કાલીક અસરથી ટેકાના ભાવથી ખરિદી શરુ કરીને ખેડુતોને સરકારથોની યોજનાનો લાભ અપાવવા તાત્કાલિક આ કેન્દ્ર શરૂ કરવા માંગ કરી હતી.



