ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી છે. ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સુચના બાદ મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મગફળીની ખરીદીનો પ્રારંભ માર્કેટિંગ યાર્ડ તથા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારો અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કરાયો હતો. અને ખરીદી દરમિયાન 1452 રૂપિયા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, મનુભાઈ ધાખડા, દાદબાપુ(કાતર), સાગરભાઈ સરવૈયા, રમેશભાઈ વસોયા, ચૌત્રા ગામના સરપંચ ભૈતિકભાઈ કિકાણી, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી રાજુભાઈ પરસાણા તેમજ માર્કેટિંગ યાર્ડ તેમજ ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારો, ડિરેક્ટરો સહીત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.



