દાતાઓએ આપેલા સિલિન્ડરની રજિસ્ટરમાં નોંધ જ કરવામાં આવી નથી !
ઓક્સિજનના બાટલા ચોરી થયા છે કે, ગુમ થયા છે તે તંત્રને પણ જાણ નથી !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી 100થી વધુ ઓકિસજનના સિલિન્ડર ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ચોરી થયા છે કે, ગુમ થયા છે તે તંત્રને પણ જાણ નથી. કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100થી વધુ સિલિન્ડર ગુમ થઇ ગયા છે. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજનના બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે. તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા હાલ થઈ રહી છે.
સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો મોટો ભાંડાકોડ થાય તેમ છે. દાતાઓએ આપેલા સિલિન્ડરની રજિસ્ટરમાં પણ કોઇ નોંધ કરવામાં આવી નથી. આ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈના રોડ રસ્તાને લઈને સમાચાર આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી બીમાર બીમાર દર્દીની તકલીફમાં વધારો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ છે જેથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં આવે છે.
- Advertisement -