AIની શક્તિનો ઉપયોગ શિક્ષણમાં અને ઇન્ટરેક્ટિવ શીખવાનો અનુભવ : અમિત મહેતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પહેલ કરતા, ગ્રોબ્રો – એક ક્રાંતિકારી અઈં-આધારિત વાંચન કાર્યક્રમ – એ શૈક્ષણિક હેતુઓ માટે ભારતની પ્રથમ અઈં ડિબેટનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદગમ સ્કૂલ્સના સ્થાપક મનન ચોક્સી, ઉદ્યોગપતિ અને થીઆ એજ્યુકેશન પ્રા. લિ.ના એન્જલ ઇન્વેસ્ટર અચ્યુત જસાણી, તેમજ અઈં અને ટેક્નોલોજી ફ્યુચરિસ્ટ તથા એસ સોફ્ટવેર એક્સપોર્ટ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમિત મહેતા જેવા અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. ગ્રોબ્રોએ તેની નવીન વાંચન ઇકોસિસ્ટમ રજૂ કરી, જે પસંદ કરેલી પુસ્તકો, વ્યક્તિગત વાંચન સ્તરો અને અઈં આધારિત સહાય દ્વારા બાળકોને મુશ્કેલ વાંચકમાંથી ઉત્સાહી પુસ્તકપ્રેમી બનાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “ગ્રો ક્વોશન્ટ” લોન્ચિંગ હતું , જે વિદ્યાર્થીઓના વાંચન વિકાસને ટ્રેક અને સુધારવા માટે બનાવવામાં આવેલ એક અનન્ય વાંચન સૂચકાંક છે. અચ્યુત જસાણીના મતે, “ગ્રો નો અર્થ છે – ગ્રોવ, રીડ, ઓન. અમારો
અનોખો ’ગ્રો ક્વોશન્ટ’ બતાવે છે કે એક બાળક વાંચન સમજૂતી અને જિજ્ઞાસામાં કેટલો સુધારો કરી રહ્યો છે, માત્ર પુસ્તકો પૂરા કરી રહ્યો નથી”
એસ સોફ્ટવેર એક્સપોર્ટ લિમિટેડના ડિરેક્ટર અને સી.ઈ.ઓ અમિત મહેતાએ જણાવ્યું હતું કે, “ગ્રોબ્રો શિક્ષણ ક્ષેત્રમાં અઈંની શક્તિનો ઉપયોગ આ અનોખી અઈં આધારિત ડિબેટ સાથે કરી રહ્યું છે. આજના સમયમાં માહિતીની ભરમાર છે, પરંતુ વાસ્તવિક પડકાર તેને અસરકારક રીતે ઉપયોગમાં લઈ અર્થપૂર્ણ સમજણ ઊભી કરવા અને ચિંતનશીલ વિચારને પ્રોત્સાહન આપવાનો છે”. કાર્યક્રમમાં શૈક્ષણિક ઉપયોગ માટે ભારતના પ્રથમ અઈં ડિબેટનું જીવંત પ્રદર્શન પણ સામેલ હતું, જે દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
કેવી રીતે ઇન્ટરેક્ટિવ અને વિશ્લેષણાત્મક શીખવાના અનુભવને પ્રોત્સાહન આપી શકે છે.
ગ્રોબ્રો શિક્ષકો, ડિઝાઇનરો અને ટેક્નોલોજિસ્ટોના સહયોગનું પરિણામ છે, જેનો એક જ લક્ષ્ય ભારતના વાંચનના દ્રષ્ટિકોણને બદલવાનો છે. અઈં આધારિત આ કાર્યક્રમ સમગ્ર દેશની શાળાઓમાં વ્યક્તિગત વાંચન પ્રવાસ પ્રદાન કરવાનો અને સાક્ષરતામાં પરિવર્તન લાવવાનો વાયદો કરે છે. આ ઇવેન્ટને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને 1,000 વિદ્યાર્થીઓએ ગ્રોબ્રોનું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત કર્યું હતું. ગ્રોબ્રોના પ્રવક્તા કાજલના જણાવ્યા મુજબ, તેઓ આ ત્રિમાસિક સત્રના અંતમાં 10,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓની વાંચનક્ષમતા વધારવામાં સબસ્ક્રિપ્શન દ્વારા સક્રિય યોગદાન આપશે. વધુ માહિતી માટે વિિંાંત://લજ્ઞિબજ્ઞિ.ફશ ની મુલાકાત લઈ શકાય છે