કોઇપણ સહકારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ તેના સભાસદોના હિતોને ટોચ અગ્રતા આપવાનો હોય છે: નરેન્દ્રસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોલરરાય માંકડ સભાગૃહમાં યોજાઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી અને મુખ્ય મહેમાન તરીકે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ નરેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વેદમંત્રોનું ગાન કરીને ગુજરાતી ભવનના વડા પ્રોફે. મનોજ જોશીએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને મુખ્ય મહેમાન તેમજ મંડળીના હોદેદારો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
મંડળીના હોદેદારો દ્વારા કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી તથા મુખ્ય મહેમાન નરેન્દ્રસિંહજી જાડેજાનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય મહેમાન નરેન્દ્રસિંહ જાડેજા અને સહકારી મંડળીના હોદ્દેદારોએ કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીને સન્માન પત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે કુલપતિએ અધ્યક્ષસ્થાનેથી બોલતાં જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ મંડળી ખૂબ જ ઉત્તમ કામગીરી કરી રહી છે જેની સરાહના કરું છું.
નરેન્દ્રસિંહ જાડેજાએ કુલપતિનો આગામી પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ યશસ્વી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વાંગી વિકાસમાં આ યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે યુનિવર્સીટીને ઉપયોગી થવા માટે પ્રતિબદ્ધતા અને તત્પરતા દાખવી હતી.
કુલપતિ પ્રોફે. ઉત્પલ એસ. જોશી અને રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ પ્રોફે. જયંત ભાલોડિયા, મંત્રી પ્રોફે. વી. જે. કનેરીયા, સહમંત્રી પ્રોફે. યોગેશ જોગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો પ્રોફે. સંજય ભાયાણી, પ્રોફે. આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રોફે. નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્ર્વિનભાઈ સોલંકી, ડો. ભરતભાઈ ખેર અને ગુજરતી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડો. દીપકભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.



