રહેણાંક મકાનની ગેલેરીમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના વિસાવડી ગામે રહેણાક મકાનમાં લીલા ગાંજાના છોડ ઉછેર્યા હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને મળતા પીઆઇ ભાવેશભાઈ સિંગરખિયા, પી.એસ.આઇ એન.એ.રાયમા, મહાવીરસિંહ રાઠોડ, અનિરુધ્ધસિહ સહિતનાઓ દ્વારા વિસાવડી ગામે રહેતા ખેતાભાઈ વજાભાઈ નગવાડિયાના રહેણાક મકાને દરોડો કરી મકાનની ગેલેરીમાં ચાર જેટલા લીલા ગાંજાના છોડનું વાવેતર કરી તેને ઉછેર્યા હોય જે તમામ છોડ આશરે 960 ગ્રામ કિંમત 9600/- રૂપિયાના જપ્ત કરી ખેતાભાઈ વજાભાઈ નગવડિયાને ઝડપી પાડી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.