ગુજરાત: અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનુ રાષ્ટ્રપતિએ ઉદ્ધાટન કર્યુ હતું. અમદાવાદના મોટેરામાં આકાર પામેલા સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. મોટેરા સ્ટેડીયમના ઉદધાટન પ્રસંગે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, બીસીસીઆઈના જય શાહ, જીસીસીઆઈના ઘનજય નથવાણી સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે રાષ્ટ્રપતિએ, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે, સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યું હતું. અને સરદાર પટેલ સ્ટેડીયમનુ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરાયું છે. ચાલો જાણીએ કે દેશ અને દુનિયામાં કયા ગુજરાતીના નામે સ્થળ અને વિશેસ સ્ટકચરના નામ રાખવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સીટી, સહીત લગભગ 15 જેટલી યુનીવર્સીટી મહાત્મા ગાંધીના નામ પર છે. આ ઉપરાંત 5 જેટલી મેડિકલ કોલેજ, 3 એન્જીનીયરીંગ કોલેજ. તેમજ અનેક હોસ્પિટલ્સ, અનેક ફાઉન્ડેશન, સ્કૂલ, કોલેજ, હાઈસ્કૂલ ઘણા બધા સ્થાનોનું નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશેષ સ્ટ્રક્ચરમાં બસ સ્ટેશન, મેમોરીયલ, ગામ અને શહેરના નામ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીજીની તસ્વીરને ચલણી નોટો પર પણ રાખવામાં આવી છે. વિદેશમાં મિલાવાઉકિમાં ગાંધીજીનું મેમોરીયલ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંગલોરમાં એક રોડ પણ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવ્યો છે. Houstonમાં એક જીલ્લાનું નામ મહાત્મા ગાંધી રાખવામાં આવ્યું છે. ઈઝરાઈલમાં મહાત્મા ગાંધી સ્ક્વેરનું નિર્માણ થયેલું છે. તેમેજ સાઉથ આફ્રિકા, મોરેસીયસ, ફ્લોરીડા, યુનાઇટેડ સ્ટેટમાં પણ ગાંધી સ્ક્વેર બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં Trinidad and Tobagoમાં ગાંધીજીના નામ પર એક ગામ પણ વસાવવામાં આવ્યું છે.
- Advertisement -
સરદાર પટેલ
લોહપુરુષ સરદાર પટેલના નામને પણ દેશમાં ઘણી જગ્યાએ સ્થાન મળ્યું છે. તાજેતરમાં સરદાર પટેલની સ્મૃતિમાં બનાવવામાં આવેલ સ્ટેચ્યુને સૌથી મોટા સ્ટેચ્યુ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણી શાળા, કોલેજ, માર્ગ, યુનીવર્સીટીના નામ પર સરદાર પટેલના નામ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ, સરદાર પટેલ વિદ્યાલય, સરદાર વલ્લભભાઇ પટેલ ચોક, સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરીઅલ, સરદાર વલ્લભભાઇ પટેલ પોલીસ મ્યુઝિયમ, સરદાર પટેલ સ્ટેડીયમ, સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા મોટા સ્ટ્રક્ચરના નામ પણ સરદાર પટેલના નામ પર રાખવામાં આવ્યા છે.
વિક્રમ સારાભાઈ
વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, વિક્રમ સારાભાઈ લાઈબ્રેરી, વિક્રમ સારાભાઈ એક્ઝીબીશન સેન્ટરના નામ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદ્રયાન 2નું નામ વિક્રમ લેન્ડર રાખવામાં આવ્યું હતું.