કેન્દ્રએ નાગરિક સેવા નિગમમાં સુધારો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે દેશભરમાં વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને સરકારી કામકાજમાં તકેદારી રાખવા અને બેદરકારી નહી રાખવાની સલાહ સાથે ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ કર્મચારી ફરજ સમયે બેદરકારી કે ગંભીર અપરાધ માટે દોષીત ઠરશે તો તેની ગ્રેચ્યુઈટી નહી મળે અને પેન્શન પણ બંધ કરી દેવાશે. આ આદેશ કેન્દ્રના તમામ કર્મચારીઓ અને કેન્દ્રીય સાહસોના કર્મચારીઓને પણ લાગું પડે છે અને રાજય સરકારને તે મુજબ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક નોટીફીકેશનમાં જાહેર કર્યુ કે જો કેન્દ્રીય કર્મચારીઓ તેમની સેવા દરમ્યાન કોઈ ગંભીર અપરાધ અથવા ગંભીર બેદરકારીમાં દોષીત ઠરશે તો નિવૃતિ બાદ તેઓ જે ગ્રેચ્યુઈટી મળે છે તે આપવામાં આવશે નહી અને પેન્શન પણ બંધ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમ 2021માં સુધારા સાથેની નવી જોગવાઈ ઉમેરી છે જેમાં પુર્ણ કે આંશિક રોકવાનો અથવા મર્યાદીત સમય માટે રોકવાનો અધિકાર હશે.