ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
ધનતેરસના પવિત્ર અને શુભ પ્રસંગે જુનાગઢ જિલ્લા ભાજપ દ્વારા દીનદયાળ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે આરોગ્યના દેવતા ગણાતા ભગવાન ધનવંતરીજીનું પૂજન અને યજ્ઞ સંપન્ન થયો હઅતો. યજ્ઞના આ પવિત્ર કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના ભાજપના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ધાર્મિક ભાવનામાં વધારો કરવા માટે વિવિધ સંપ્રદાયના સંતો અને મહંતો પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને સમગ્ર જિલ્લાના આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને યજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ધનતેરસનો આ શુભ દિવસ આપણને સ્વસ્થ જીવન અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપે છે. ભગવાન ધનવંતરીજીની કૃપા સૌ પર સદા વરસતી રહે. યજ્ઞના માધ્યમથી સમગ્ર જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓ અને જનતાનું જીવન આરોગ્યમય અને સમૃદ્ધિપૂર્ણ બને તેવો શુભ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધનતેરસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભગવાન ધનવંતરીજીનું ભવ્ય પૂજન અને યજ્ઞ
