પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં રક્ષકો અને પત્રકારોએ સંગીતના તાલે ગરબે રમ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર નવરાત્રીના પાવન પર્યાવરણમાં, જ્યારે આખું પોરબંદર શહેર માતા જંગદબાની આરાધનામાં તરબોળ હતું, ત્યારે પોરબંદરના પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં પણ એક અનોખા અને ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરનો મુખ્ય ઉદ્દેશ પોલીસ જવાનોને તેમની નીત્યની કઠોર ફરજો વચ્ચે થોડો આનંદ અને હળવાશ અનુભવવાનો મોકો આપવાનો હતો, જેથી તેઓ નવરાત્રિના પાવન તહેવારનો આનંદ પણ માણી શકે. આ વિશિષ્ટ શરદ રાસોત્સવનો પ્રારંભ પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવ્યો. તેમની સાથે ડીવાયએસપી સુરજીત મહેડુ અને ડીવાયએસપી ઋતુ રાબાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ખાસ કરીને, આ રાસોત્સવ માત્ર પોલીસ જવાનો માટે જ નહીં, પણ પત્રકારો અને પોરબંદરના વિવિધ અગ્રણીઓ માટે પણ યાદગાર બન્યો.
- Advertisement -
પોલીસ જવાનો માટે આ રીતે એક દિવસીય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સતત લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવતી પોલીસ એક દિવસ માટે તણાવમુક્ત થઈને તહેવારનો આનંદ માણી શકે. આ મૌકા પર નગરપાલિકા પ્રમુખ, રાજકીય આગેવાનો અને સમાજના અગ્રણીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી, તેમનું સાથ આ મેળાવડાને વધુ આકર્ષક બનાવવામાં મદદરૂૂપ થયું. શરદ રાસોત્સવમાં પોરબંદરના પોલીસ પરિવારના સભ્યો સજીવન ગરબામાં મગ્ન જોવા મળ્યા. પોરબંદર પોલીસ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે સતત ફરજ પર રહેતા પોલીસ જવાનો પણ તહેવારનો આનંદ માણી શકે અને તેમના પરિવારો સાથે કેટલાક આનંદમય પળો વહેંચી શકે.આ રાસોત્સવમાં ભોજનના વિશિષ્ટ પ્રબંધો પણ કરવામાં આવ્યા હતા.