જૂનાગઢ શહેરમાં મહાવીર જન્મ કલ્યાણકના દિવસે મુર્તિ પુજક સમુદાયના ભાવિકો ઍ ભગવાન મહાવીર સ્વામી ની શોભાયાત્રા જગમાલ ચોક 550 વર્ષ જુના જૈન દેરાસરથી નીકળી અને જનતા ચોક, પંચહાટડી, દાણાપીઠ, ચોકસી બજાર થય અને જગમાલ ચોક પુરી થયેલ અને ત્યારબાદ સંઘજમણ રાખેલ હતુ. જયારે સ્થા. જૈન સંઘમાં 102 વર્ષ જુના જગમાલ ચોક ટુવાવાલા ઉપાશ્રયમાં સવારે 9 થી 11 પરમાત્મા મહાવીર સ્વામીના 27 ભવનું અદભુત વણઁન લિમડી અજરામર સંપ્રદાયના ઉજ્જવળ કુમારીજી મ.સ. ના સુશિષ્યા અરૂણાજી મ.સ. ઍ કરેલ અને મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ હતો તે ઉપરાંત મ.સ. ભગવાનની માતાને આવેલા 14 આદભુત સ્વપન અને તેના કથનોનુ વણઁન મલ્હાર રાગમાં કરેલ અને સ્થા. જૈન સંઘમાં 300 ઉપર ભાવિકોએ આયંબિલ તપની આરાધના કરેલ હતી તેમ જુનાગઢ સ્થા.જૈન સંઘ પ્રમુખ હિતેષભાઇ વસંતલાલ સંઘવીની એક યાદીમાં જણાવાયું છે.
Follow US
Find US on Social Medias



