મહા શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ લોકગાયક ગીતા રબારીએ મેરા ભારત કા બચ્ચા જય જય શ્રી રામ…ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર,ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિતે બે દિવસીય સોમનાથ ઉત્સવ -2024નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ ઉત્સવ-2024 ની આજે મોડી સાંજે સંગીતસભર શરૂઆત થઈ હતી. મંત્રીએ ભક્તિસભર લોકસંગીતના કાર્યક્રમને માણ્યો હતો.
પ્રસિધ્ધ લોકગાયક ગીતા રબારીએ શિવઆરાધના, પ્રભુ શ્રી રામ આયેંગે, કૌન હૈ, વો કૌન હેં… મેરા ભારત કા બચ્ચા-બચ્ચા જય જય શ્રી રામ બોલેગા …નગર મેં જોગી આયા..સહિતના ભક્તિ સંગીતથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હાસ્ય કલાકાર કલ્પેશ પ્રજાપતિએ દૂહા અને હાસ્યરસ પિરસીને લોકોને મંત્રમૂગ્ધ કર્યા હતા. ગીર સોમનાથવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો, હાસ્યરસથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમ મનભરી માણ્યો હતો.