ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ 101 નવ દંપતીને આશીર્વાદ આપશે.
1000થી વધુ રક્તની બોટલો એકત્રીત કરવામાં આવશે.
શહેરના તમામ શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ દ્વારા તા. 27 માર્ચ રવિવારના રોજ સવારે 10 વાગ્યે રેષકોર્સ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ ખાતે સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ આયોજીત હિંદુ, મુસ્લિમ શીખ, ઈસાઈ ધર્મના સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન એકતાનું પ્રતિક બનશે ત્યારે આ સર્વે જ્ઞાતિના સમુહ લગ્નનું ઉદ્દઘાટન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહીને કરશે.
- Advertisement -
સમુહ લગ્ન દરમિયાનના વિવિધ કાર્યક્રમો દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રક્તતુલા કરવામાં આવશે. આ સમુહ લગ્નની સાથે પ્રધાનમંત્રી જીવન વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ બ્લડ ડોનેશન કેમ્પમાં 1000 યુવાનો કેમ્પમાં જોડાશે. તેમજ કરિયાવરમાં દીકરીઓને 139 વસ્તુઓ આપવામાં આવશે. જેમાં ફ્રીજ, વોશિંગ મશીન, ટી.વી, ધરઘંટી, કબાટ, પલંગ, સોફા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. વધુમાં સાગર ફાઉન્ડેશ દ્વારા સીફા-એ-ઝરિયા સમાજને એમ્બયુલન્શ પણ અર્પણ કરવામાં આવશે. જે સર્વ સમાજના હિત માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે તેમજ જાણીતાં ગાયક કલાકાર આસિફ ઝરિયાનું લાઈવ બેન્ડ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નના આ આયોજનમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી. સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ દ્વારા પ્રથમ સમુહ લગ્નની ભવ્ય સફળતા બાદ દ્વિતિય સર્વ જ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે જ્ઞાતિય સમુહ લગ્નમાં 101 યુગલોઓ પ્રભુતામાં પગલાં માંડશે. સમુહ લગ્નમાં એક તરફ નિકાહ તો બીજી તરફ સાત ફેરાં ફરતાં યુગલોઓ જોવા મળશે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નમાં ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર, પ્રમુખ અલાઉદ્દીનભાઈ એન. કારીયાણીયા, ઉપપ્રમખ અલ્તાફભાઈ એ. સુમરા, મયુરધ્વજસિંહ એમ. જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), મુકેશભાઈ દોશી-રાજકોટ (લોર્ડસ હોટલ સોમનાથ-વેરાવળ), જયેશભાઈ રાજપુત (રાજકોટ), હરીશિંગ ઈશ્વરશીંગ ગુરુદ્વારા (રાજકોટ), અજયસિંહ જાડેજા (ભાજપ અગ્રણી-રાજકોટ), નરેન્દ્રસિંહ નટુભા ઝાલા (ખેરવા), રામભાઈ નાથાભાઈ ઓડેદરા (લંડન-યુકે), અરશીભાઈ લીલાભાઈ સેલાર (લંડન-યુકે), હરભમભાઈ ભીમાભાઈ કુચડીયા (લંડન-યુકે), હુશેનભાઈ શેખ (રીટાયર્ડ એ.એસ.આઈ.-રાજકોટ), હાજી. હુશેનભાઈ માંડરીયા (રાજકોટ), ઈસ્માઈલભાઈ શેખ (રાજકોટ), હુશેનભાઈ સૈયદ (ભાજપ કાર્યકર-રાજકોટ), જતીનભાઈ માનસતા (રાજકોટ), હારૂનભાઈ શાહમદાર (રાજકોટ) સહિત સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટના સભ્યો સર્વે જ્ઞાતિ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે હનુમાન મઢી ચોક, ભગવતી હોલની બાજુમાં રૈયા રોડ રાજકોટની ઓફિસનો સંપર્ક કરી શકો છો. તેમજ મો. 7016350870 પરથી પણ જાણકારી મેળવી શકો છો.