નવાનિર્વાચિત વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંબોધન, આધ્યાત્મિકતા અને શિક્ષણ સાથે સફળતા પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રથમ વર્ષ ડિગ્રી, ડિપ્લોમા અને ડિપ્લોમા ટુ ડિગ્રીના સેમેસ્ટર ત્રણના નવાગંતુક વિદ્યાર્થીઓ માટે વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશોત્સવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના સ્વામી અપૂર્વમુનિ, સ્વામી સ્વરૂપનિષ્ઠજી, ટ્રસ્ટીઓ ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ, પ્રિન્સિપાલ ડો. પિયુષભાઈ વણઝારા, અને આર્કિટેક કોલેજના પ્રિન્સિપાલ પ્રો. દેવાંગભાઈ પારેખ, પ્રો. શૈલીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા. અપૂર્વમુનિ સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, રિજેક્શન ભયંકર નથી, પણ તેના પરથી શીખવું જરૂરી છે. તેમણે ભાવિ એન્જિનિયરોને પ્રેરણા આપી કે વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ માટે વિદ્યાર્થીઓએ શિક્ષણમાં જોર અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધવું જોઈએ.
- Advertisement -
તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે, વિદ્યાર્થીઓએ શિસ્ત, ક્રિએટિવિટી અને આધ્યાત્મિકતા સાથે અભ્યાસ કરવો, વ્યસનો અને ખોટા માર્ગોથી દૂર રહેવું. ઝિુ ફક્ષમ ઝિુ, ઉજ્ઞક્ષ’િં ઈિુ, ઉજ્ઞક્ષ’િં ઉશય ના સૂત્રથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓએ સતત પ્રયત્ન કરવો જોઈએ.
વીવીપીના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે અને ડો. નવીનભાઈ શેઠે પણ અનુશાસન, ચારિત્ર્ય, સમજદારી અને ધીરજ જાળવવાની મહત્વની વાતો કરી. કાર્યક્રમનું સંચાલન મિકેનિકલ વિભાગના હેડ ડો. નિરવભાઈ મણીયારે કર્યું, જ્યારે ટ્રસ્ટીઓ અને કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ અને કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો.



