ગીર સોમનાથ પૌષ્ટિક શ્રીઅન્ન મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ 2023માં ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ઉપક્રમે ગીર સોમનાથના આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે પ્રગતિશીલ ખેડૂત દ્વારા સફળ ખેતી પધ્ધતિ પરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા તથા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન કરેલ હતું. જે માટે ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર તથા શાલ દ્વારા અને આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
ગિર સોમનાથમાં આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી
Follow US
Find US on Social Medias