ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
ભારતભરમાં ઉજવાતો મહાશિવરાત્રી ના પાવનકારી ઉત્સવ નિમિત્તે પાલીતાણા તાલુકાના હણોલ ગામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે જોડેશ્વર મહાદેવ ની નિશ્રામાં ભારતભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગમ ના દર્શન, આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન અને મહાશિવરાત્રી મહાત્મ્ય વિડીયો શો નુ ભવ્ય આયોજન બ્રહ્માકુમારી વિદ્યાલયના ઘેટી રોડ પાલીતાણા ખાતે આવેલા સેવાકેન્દ્ર દ્વારા કરવામાં આવ્યુ હતુ.ગામ ના સરપંચ રઘુભાઈ, પુજારી પ્રહલાદગીરી બાપુ, આંબાભાઈ તેજાણી, પ્રવિણભાઈ પરમાર, છગનભાઈ માંગુકીયા, ગણેશભાઈ પરમાર, દયાળભાઈ, ભરતભાઈ, દાનશંગભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી રીટાબેન દ્વારા મહાશિવરાત્રી નુ આધ્યાત્મિક મહત્વ સમજાવી જીવનમાં સદ્ગુણો ની વ્રૃદ્ધી થાય અને અવગુણો નો નાશ કરવા સમજણ આપવામાં આવી હતી અને ઊપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
- Advertisement -
આ કાર્યક્રમ મા સમસ્ત હણોલ ગ્રામજનો ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને હાજર ગ્રામજનો દ્વારા સંધ્યા આરતી સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આખા કાર્યક્રમ નુ સંચાલન બ્રહ્માકુમાર જનકભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને આ સાથે આગામી તા. 27/02 થી 05/03 સુધી રોજ રાત્રે 8:30 થી 9-30 કલાકે ગામ ના ચોરા પર રાજયોગ શિબિર પ્રવચનમાળાનુ આયોજન કરવામાં આવેલ છે.



