ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ નજીક બિલખા ખાતેની રાવતેશ્ર્વરબાપુની છઠ્ઠી પૂણ્યતિથીની ઉજવણી કરાશે. આ તકે પ્રતિમા પૂજન, પદયાત્રા, સમૂહ પ્રસાદ અને રાત્રે ડાયરો સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. બિલખા ખાતે રાવતેશ્ર્વર ધર્માલય આવેલ છે.
તા.24 સપ્ટેમ્બર મંગળવારની રાત્રીના 9કલાકે રાવતેશ્ર્વર ધર્માલયના પટાંગણમાં ભવ્ય સંતવાણી અને લોકડારાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજભા ગઢવી અને સહ કલાકારો સંતવાણી રજૂ કરશે. જયારે 25 સપ્ટેમ્બર બુવધારે સવારે 8:30 વાગ્યે રાવતેશ્ર્વર ધર્માલય ખાતેથી પદયાત્રા શરૂ થશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત રાવતેશ્ર્વર ધર્માલય ખાતે આવશે. બાપુની પ્રતિમાનું પૂજન અર્ચન કરાશે બાદમાં બપોરના 12 વાગ્યે ઉપસ્થિત ભાવિકો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનું આયોજન પંચઅગ્નિ અખાડાના સભાપતિ મુકતાનંદબાપુ તેમજ રાવતેશ્ર્વર ધર્માલયના મહંત સંપૂર્ણાનંદજી બાપુના માર્ગદર્શનમાં કરાઇ રહ્યું છે.