ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.27
અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે જીલ્લા કક્ષાના 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ હતી. સાવરકુંડલા શહેરમાં આવેલ વી.જે. પારેખ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સૌએ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમજ અમરેલી પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ફ્લોટ પ્રદર્શન અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમજ સાવરકુંડલાની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે રજુ કર્યા હતા. આ સાથે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશ કસવાળા, જીલ્લા કલેકટર અજય દહિયા, જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જીલ્લા પોલીસ વડા સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ તેમજ તમામ સરકારી કર્મચારીઓ, પોલીસ, ડોક્ટરો, વકીલો, પત્રકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
સાવરકુંડલા ખાતે જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ



